Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર અને કુતિયાણાની શાળાઓ આજે બંધ રહેશે
પોરબંદરમાંઆજે તોફાની ટોળાએ એક ખાનગી બસને આગ ચાંપી દીધી હતી તેમજ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. ની કચેરી ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. બનાવને લઈને શહેરમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી જેને પગલે પોરબંદર શહેરની ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ, જે.વી. ગોઢાણીયા પ્રાથમિક શાળા, જી.એમ.સી. ઈન્ટરનેશનલ સ્કૂલ, સિગ્મા પબ્લીક સ્કૂલ સહિતની ખાનગી શાળાઓ તા. 21 જુલાઈને ગુરૂવારે બંધ રાખવાનો નિર્ણય શાળાના સંચાલકોએ કર્યો છે, તો કુતિયાણાની પણ તમામ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લામાં હાલ તંગદીલીની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં ખાનગી શાળાના સંચાલકોએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
પોરબંદરમાં આજે પથ્થરમારાની ઘટનાને પગલે કેટલીક શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એક ખાનગી શાળાની 5 બસો વિદ્યાર્થીઓને લઈને નીકળી હતી પરંતુ તંગદીલી ભરેલી પરિસ્થિતિને લઈને વિદ્યાર્થીઓને પરત શાળાએ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.