તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિરે ગયેલી મહિલાનાં પર્સની ઉઠાંતરી : ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંગુરુપૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની સમુહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સત્યનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયેલી એક મહિલાના સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલું 60 હજારની મત્તાનું પર્સ કોઈ અજાણી વ્યક્તિ નજર ચૂકવીને ઉઠાંતરી કરી ગયું હતું.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી ઉષાબેન કિરણભાઈ લોઢારી નામની મહિલા ગુરુપૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનના મંદિરે દર્શનાર્થે ગઈ હતી. અહીં 2200 સમુહકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન કરતી વેળાએ મહિલાની નજર ચૂકવીને તેમના પર્સની ઉઠાંતરી કરવામાં આવી હતી. પર્સમાં 3 તોલાનું સોનાનું મંગલસુત્ર, ચાંદીની વીંટી અને રૂા. 500 ની રોકડ રકમ મળી કુલ રૂા. 61,500 ની મત્તા હતી. લોકોની ભીડ વચ્ચે કોઈ અજાણી વ્યક્તિ પર્સની ઉઠાંતરી કરી ગયું હતું જ્યારે બાબત ઉષાબેનના ધ્યાન ઉપર આવતા તેમના હોશકોશ ઉઠી ગયા હતા અને તાત્કાલીક કમલાબાગ પોલીસમથકે દોડી જઈને અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં ચીલઝડપ અને પર્સની ઉઠાંતરીનાં બનાવો વધવા પામ્યા હોય શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો