તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ઓડદરની મહિલાને ધમકી, જમીન ખાલી કરો નહીંતર જમીનમાં દાટી દેશું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓડદરની મહિલાને ધમકી, જમીન ખાલી કરો નહીંતર જમીનમાં દાટી દેશું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનજીકના ઓડદર ગામે રહેતા રાજીબેન સામત દેવરાજ નામની મહિલાએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવી છે કે, પોરબંદરના અનિલ દયારામ જોષી, પંકજભાઈ ભીખુભાઈ મજીઠીયા અને શરદભાઈ મજીઠીયાની માલિકીની ઓડદર ગામે આવેલી જમીનનું પોતે રખોપું કરતી હોય દરમિયાન જમીન પચાવી પાડવાના ઈરાદે ગગુ રણમલ નામનો શખ્સ કારમાં ધસી આવ્યો હતો અને તેમની સાથે રાણા ઉર્ફે પીરો ગાંગાભાઈ ઓડેદરા, હર્ષદ રણજીતભાઈ સગર સહિતના શખ્સો પણ સાથે હતા. શખ્સોએ મહિલાને ‘તું જમીનમાંથી નીકળી જજે નહીંતર તારૂં ખૂન કરી, કટકા કરી જમીનમાં દાટી દેશું’ તેવી ધમકી આપી હતી.

બનાવને પગલે રાજીબેને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો