તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DYSP કચેરી પર પથ્થરમારો, લાઠીચાર્જ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંઉનાની ઘટનાને લઈને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ તોફાની બનેલા ટોળાએ પોલીટેકનીક કોલેજ નજીક એક ખાનગી બસને રોકાવીને તેમાં આગ ચાંપી દીધી હતી. પોલીસની ગાડી ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો ત્યારબાદ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. ની કચેરી ખાતે ટોળું ધસી ગયું હતું અને ત્યાં પથ્થરમારો શરૂ કરીને પોલીસની કાર સહિત 4 વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ટોળાના તોફાનને પગલે શહેરમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી.

પોરબંદરમાં આજે તોફાની બનેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જિલ્લા કલેક્ટર નજીક અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દલિત સમાજે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક તોફાની ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને પોલીટેકનીક કોલેજ નજીક એક ખાનગી બસને રોકાવીને તેમાંથી મુસાફરોને ઉતાર્યા બાદ પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ બસને આગ ચાંપી દીધી હતી. આગની લપેટમાં બસ આવી જતાં દૂર-દૂર સુધી આગના ધૂમાડાઓ જોવા મળતા હતા. જો કે પોલીસકાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલીક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી. પરંતુ તે પહેલા બસ બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસની ઉપસ્થિતિમાં પથ્થરમારો શરૂ કરીને ડી.વાય.એસ.પી. ની ગાડી અને અન્ય ખાનગી 3 કારમાં તોડફોડ કરી હતી. એટલું નહીં, ડી.વાય.એસ.પી. કચેરીના બારીના કાચ પણ તોડ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા અંતે પોલીસે ટીયરગેસના સેલ છોડવાનું શરૂ કરી દીધું હતું તેમજ લાઠીચાર્જ પણ શરૂ કરતા ટોળું વિખેરાયું હતું. બે કલાક સુધી નેશનલ હાઈવે ઉપર અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરમાં ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટના બાદ પણ કલાકો સુધી ટોળું નેશનલ હાઈવે ઉપર જોવા મળ્યું હતું રીતે શહેરમાં ટોળાના તોફાનને લઈને અજંપાભરી શાંતિ જોવા મળી હતી.

દલિત સમાજે શાંતિપૂર્ણ રીતે આવેદન આપ્યા બાદ જિલ્લા કલેકટર કચેરી નજીક અફડાતફડીનો માહોલ

પોરબંદરમાં ટોળંુ બેકાબુ : 2 પોલીસકર્મી સહિત કુલ 7 વ્યક્તિઓને ઈજા પહોંચી : ટીયરગેસ છોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો