તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં જુની કલેક્ટર કચેરી પાછળ શૌચાલય બંધ હાલતમાં, સફાઇનો અભાવ

પોરબંદરમાં જુની કલેક્ટર કચેરી પાછળ શૌચાલય બંધ હાલતમાં, સફાઇનો અભાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંજુની કલેક્ટર કચેરી પાછળના માર્ગ પર બંધ પડેલ શૌચાલય ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી. પોરબંદર શહેરના અમુક વિસ્તારોમાં શૌચાલય બંધ પડેલ જોવા મળી રહ્યા હોવાના કારણે લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુ સરકાર દ્વારા ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્તિ માટે ઘરે-ઘરે શૌચાલય બનાવવાની વાતો વાગોળવામાં આવી રહી છે તો બીજી બાજુ બનાવેલ શૌચાલય પણ બંધ નજરે પડી રહ્યા છે. પોરબંદર શહેરમાં જુની કોર્ટ પાછળના માર્ગ પર આવેલ શૌચાલય છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. શૌચાલય પર બધી પૂરતી સુવિધાઓ જોવા મળી રહી હોવા છતાં તંત્રની બેદરકારીના કારણે માત્ર પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી અને આસપાસના વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે યોગ્ય સફાઈ પણ કરાતી હોવાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી દાસાભાઈ દ્વારા બંધ પડેલ શૌચાલય ચાલુ કરાવવા અને યોગ્ય સફાઇ કરવા માંગ ઉઠી છે.

બંધ શૌચાલયથી વેપારીઓ, રાહદારીઓ પરેશાન. તસ્વીર-કે.કે.સામાણી

ખુલ્લામાં શૌચક્રિયા કરવાની સરકારની માત્ર વાતો, સુવિધા આપવામાં ઠાગાઠૈયા

અન્ય સમાચારો પણ છે...