તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધવપુરમાં બેંકના અણઘડ વહીવટથી ગ્રાહકોને હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના માધવપુર ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયાના અણઘડ વ્યવહારને લઈને ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગામમાં માત્ર બે થી ત્રણ બેન્ક આવેલી છે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયામાં અનેક વેપારીઓ એકાઉન્ટ ધરાવે છે. સવારથી બેન્કમાં મોટી સંખ્યામાં લોકો પૈસાની લેવડદેવડ માટે ઉમટી પડે છે. અહીં લાગવગશાહી ચાલતી હોય તેમ કેટલાક જાણીતા વ્યક્તિઓના પૈસાની લેવડદેવડ તાત્કાલીક કરી દેવામાં આવે છે જ્યારે અન્ય ગ્રાહકોને કલાકો સુધી તપસ્યા કરવી પડે છે તેમજ આર.ટી.જી.એસ. કરવામાં પણ બેન્ક દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે અને મોડી સાંજ સુધી આર.ટી.જી.એસ. કરવામાં આવતું નથી જેને કારણે વેપારીઓના આર્થિક વ્યવહાર ખોરવાય છે.

બાબતે વેપારીઓમાં પણ બેન્કની કામગીરીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે બેન્કના ઉચ્ચ અધિકારીઓ બાબતે યોગ્ય કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે.

લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભવું પડે છે

અન્ય સમાચારો પણ છે...