તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ચોમાસા દરમિયાન વન્ય પ્રાણીની તકેદારી માટે પૂર્વ તૈયારી કરાઈ

ચોમાસા દરમિયાન વન્ય પ્રાણીની તકેદારી માટે પૂર્વ તૈયારી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરવનવિભાગ દ્વારા મોનસુનમાં વન્ય પ્રાણીની તકેદારી માટે વન્ય પ્રાણીનું નિયમિત લોકેશન જાણવા, શક્ય હોય તેટલા ઉંચાણવાળા વિસ્તારમાં લઈ જવા સહિત નદી-નાળામાં વન્ય પ્રાણી ફસાય તો યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા સહિતની પૂર્વ તૈયારી હાથ ધરવામાં આવી છે.

ચોમાસાની સીઝન દરમિયાન અતિવૃષ્ટિના કારણે ભૂતકાળમાં નદી-નાળાઓમાં ઓચીંતુ પૂર આવવાના કારણે ઘણા વન્યપ્રાણીઓના મૃત્યુ થવાના બનાવો સામે આવ્યા છે ત્યારે આવા બનાવોનું પુનરાવર્તન થાય માટે પોરબંદર વનવિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે જેમાં પોરબંદર જિલ્લામાં બરડાપંથકના જંગલમાં વન્ય પ્રાણીનું નિયમિત રીતે લોકેશન જાણવા તથા વન્યપ્રાણી વધુમાં વધુ ક્યા વિસ્તારમાં વસવાટ કરતા હોવાની માહિતી મેળવવી અને નદી-નાળાવાળા વિસ્તારના ભાગમાં જો વન્ય પ્રાણી વધુ માત્રામાં વસવાટ કરતા હોય તો તેમને શક્ય હોય તેટલા ઉંચાણવાળા વિસ્તારમાં લઈ જવા પૂરતા પ્રયત્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત વરસાદના કારણે ઓચીંતુ નદી-નાળામાં પાણી આવે અને વન્ય પ્રાણી તેમાં ફસાઈ જાય તો તમામ સ્ટાફે પહોંચી જઈ વન્ય પ્રાણીને બચાવવાની કાર્યવાહી કરાશે.

વનવિભાગ દ્વારા પ્રાણીનું લોકેશન, ઉંચાણવાળા વિસ્તારમાં લઈ જવાયા

અન્ય સમાચારો પણ છે...