તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસું શરૂ થતાં ડામરનાં માર્ગનું કામ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ચોમાસાની શરૂઆત થતાં ડામરના માર્ગોનું કામ બંધ કરવામાં આવ્યું છે, હાલ 61 માંથી 12 જેટલા માર્ગોનું કામ પૂરૂ થયું છે ઉપરાંત 4 માર્ગોનું કામ ચાલુ છે.

પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભગટર યોજનાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે માર્ગો ખોદી નાખવામાં આવ્યા હોવાથી શહેરના તમામ રસ્તાની દયનીય હાલત બની ગઈ હતી. જેથી વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે શહેરમાં 61 જેટલા રસ્તાઓના નવિનીકરણના કામ માટેની મંજુરી આપવામાં આવી હોવાથી માર્ગોના નવિનીકરણનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. મોટાભાગના રસ્તાઓની કામગીરી પૂરજોશે ચાલી રહી હતી પરંતુ હાલ ચોમાસાની સીઝન શરૂ થતા ડામરના માર્ગોનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

શહેરના 61 માંથી 10 જેટલા ડામરના માર્ગો અને જ્યુબેલી પુલથી પોસ્ટઓફિસ તથા વાડીયાથી છાંયા ચોકી સુધીના બે સિમેન્ટ-કોંક્રીટના માર્ગોનું કામ પૂરૂ કરવામાં આવ્યું છે. હાલ 4 જેટલા માર્ગોનું કામ ચાલી રહ્યું છે ત્યારે ચોમાસાની સીઝન બાદ ફરી ડામરના માર્ગોનું કામ ચાલુ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

પોરબંદર શહેરનાં મોટાભાગનાં રોડનું કામ પૂર્ણ. તસ્વીર- કે. કે. સામાણી

પોરબંદર શહેરમાં 61 માર્ગો પૈકી રામકૃષ્ણ મિશન, એસ.વી.પી. રોડ, વી.વી. હોસ્પિટલવાળો માર્ગ, ઉત્સવ ફિલ્મથી એમ.ઈ.એમ. સ્કૂલ, ભુતનાથ રોડ, લેડી હોસ્પિટલ થી એસ.ટી. ફૂવારા, એસ.ટી. ફૂવારાથી કનકાઈ મંદિર, યુગાન્ડા રોડ, વાડીયા રોડ, કલેક્ટર બંગલા રોડ સહિતના 10 જેટલા માર્ગનું કામ પૂરૂ થયું છે.

શહેરમાં ડામરના ક્યા 10 માર્ગોનું કામ પૂરૂ થયું

ક્યા-ક્યા 4 માર્ગોનું કામ ચાલુ છે

પોરબંદરશહેરમાં પાંજરાપોળ રોડ, એસ.વી.પી. રોડથી વાણંદ સમાજની વંડી સુધીનો માર્ગ, ગેલેક્સી એપાર્ટમેન્ટથી કાવેરી હોટેલ સુધીનો માર્ગ અને સત્યનારાયણના મંદીરથી ફાયરબ્રિગેડ સુધીના માર્ગનું કામ ચાલી રહ્યું છે. વિસ્તારમાંથી વાહનચાલકોને નિકળવું પણ મુશ્કેલ થયું છે.

પોરબંદર શહેરમાં 61 માંથી 12 માર્ગોનું કામ પૂરૂં થયું : 4 માર્ગનું કામ ચાલુ હોઇ વાહનચાલકોને ભારે હાલાકી

અન્ય સમાચારો પણ છે...