તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • નરસંગ ટેકરી વિસ્તારમાંથી કેબીનો દૂર કરાતા ભારે રોષ

નરસંગ ટેકરી વિસ્તારમાંથી કેબીનો દૂર કરાતા ભારે રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરના પ્રવેશદ્વાર એવા નરસંગ ટેકરી નજીક અવારનવાર અકસ્માતો સર્જાતા હોય આથી તંત્ર દ્વારા તાજેતરમાં વિસ્તારમાંથી 50 થી પણ વધુ કેબીનો દૂર કરવામાં આવી હતી.

વિસ્તારમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેને પગલે વિસ્તારના કેબીનધારકોએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી એવી રજૂઆતો કરી હતી કે, કોઈપણ નોટીસ આપ્યા વિના નગરપાલિકા અને હાઈવે ઓથોરીટી દ્વારા તાત્કાલીક અસરથી કેબીનો દૂર કરવામાં આવી છે જેમાં 11 જેટલી કેબીનો તોડી પાડવામાં આવતા તેમાં રહેલો માલસામાન વેરવિખેર થઈ ગયો હતો જેને કારણે નાના ધંધાર્થીઓને આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું હતું. કેબીનો દૂર કરવાને બદલે તેને શા માટે તોડી પાડવામાં આવી તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. અહીં નાના ધંધાર્થીઓ પેટીયું રળીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વિસ્તારમાં રોજીરોટી મેળવી શકે તે માટે જે સ્થળે પાર્કિંગ આપવામાં આવ્યું છે તેનાથી 10 ફૂટ દૂર કેબીન રાખવા દેવામાં આવે તેવી માંગ પણ ખાનગી ધંધાર્થીઓએ કરી હતી. નાના ધંધાર્થીઓની કેબીનો દૂર કરવામાં આવતા ઘરનું ગુજરાન કેમ ચલાવવું એવી ચિંતા સતાવી રહી છે.

કલેકટરને આવેદન પાઠવી વેપારીઓએ કરી રજૂઆત

પાર્કિંગથી 10 ફૂટ દૂર કેબીનો રાખવા માંગ કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...