તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમલાબાગ નજીક યુવાનને ઝેરી મધમાખીએ ડંખ માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાકમલાબાગ નજીક યુવાન બાઈક લઈને આવતો હતો તે દરમિયાન અચાનક ઝેરી મધમાખીએ ડંખ મારતા યુવાનને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. લોકોમાં ઝેરી મધમાખીને લઈને ભય ફેલાયો છે.

રાણાવાવ તાલુકાના નેરાણા ગામે રહેતા હરદાસ કારા કારાવદરા નામનો યુવાન બાઈક લઈ નેરાણાથી પોરબંદર આવતો હતો. તે દરમિયાન કમલાબાગ નજીક યુવાનને ઝેરી મધમાખીએ ડંખ મારતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝેરી મધમાખીના ડંખથી અમુક લોકોના જીવ પણ ગયા છે તો અમુકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાય છે ત્યારે વધુ એક યુવાનને ઝેરી મધમાખીએ ડંખ મારતા સારવારમાં ખસેડાયો હતો. આથી લોકોમાં ઝેરી મધમાખીને લઈને ભય ફેલાયો છે.

યુવાનને સારવાર માટે સિવીલમાં ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...