તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાટાખત ફાડી નાખજે કહી મારી નાખવાની ધમકી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાઝુંડાળા મહેર સમાજ પાસેના યુવાનના સસરાના મકાનનું દસ્તાવેજ કરીને વેચી નાખ્યું હતું. જે અંગે લેનાર શખ્સે ‘સાટાખત ફાડી નાખજે’ તેમ કહી તારા પૈસા પણ નથી આપવા અને મકાન પણ નથી આપવું તેમ કહી ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

પોરબંદરના ભારવાડા ગામે રહેતા દેવશીભાઈ કારાભાઈ ઓડેદરા નામના યુવાનના સસરાનું મકાન પોરબંદર ઝુંડાળા મેર સમાજ પાસે આવેલું છે જે મકાન રાણાવાવના રમેશ મસરી ઓડેદરાને વેચી નાખ્યું હતું અને દસ્તાવેજ કર્યા હતા. ત્યારે રમેશે ‘સાટાખત ફાડી નાખજે’ તેમ કહી તારા પૈસા પણ નથી આપવા અને મકાન પણ નથી આપવું તેમ કહી ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા દેવશીભાઈએ શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનને ફોર પર ધમકી મળતાની સાથે યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધમકી આપનાર સામે ગુનો નોંધાયો છે.

પોરબંદરનાં યુવાને પોતાના સસરાના મકાનનું દસ્તાવેજ બનાવી વેંચાણ કરી નાખ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો