તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • રાણાવાવમાં યુવાન પર નશાખોર શખ્સ સહિત 4નો છરીથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવમાં યુવાન પર નશાખોર શખ્સ સહિત 4નો છરીથી હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણાવાવમાંયુવાન દુકાને ઉભો-ઉભો ફોનમાં વાત કરતો હતો, તે દરમિયાન નશાખોર શખ્સ ત્યાં ધસી આવી ‘ફોનમાં વાત કેમ કરે છે’ તેમ કહેતા બોલાચાલી થતા નશાખોર શખ્સ સહિત 4 શખ્સોએ ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચાડતા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

રાણાવાવમાં રહેતો શૈલેષ જેઠા સોલંકી નામનો યુવાન દુકાને ઉભો હતો અને ફોનમાં વાત કરતો હતો. તે દરમિયાન નશો કરેલી હાલતમાં દેવો રબારી નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો અને ‘ફોનમાં કેમ વાત કરે છે’ તેમ કહેતા બન્ને બોલાચાલી થતા દેવો રબારી, ભદો, જીગો અને મોહન સહિત 4 શખ્સોએ યુવાનને ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચાડી તેમજ ભદાએ છરી વડે હૂમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજા પહોંચેલા યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો.

ફોનમાં વાત કેમ કરે છે કહિ બોલાચાલી બાદ બઘડાટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો