તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંસાબડમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાતાલુકાના કાંસાબડ ગામે ઓડેદરા પરિવાર દ્વારા આગામી તા. 1 એપ્રિલથી તા. 8 એપ્રિલ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં સંતવાણી, મહેરરાસ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંસાબડ ગામે તા. 1 એપ્રિલથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઓડેદરા પરિવાર દ્વારા આયોજીત સપ્તાહમાં સ્વ. સરમણભાઈ મુંજાભાઈ જાડેજા તથા સ્વ. સંતોકબેન સરમણભાઈ જાડેજાના સ્મરણાર્થે તા. 2 ફેબ્રુઆરીના રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાંસાબડ ગામે આગામી તા. 1 એપ્રિલથી તા. 8 એપ્રિલ સુધી ભાગવત સપ્તાહ નિમીતે ગણેશ સ્થાપન, પોથીયાત્રા, કથામૃત પ્રારંભ, કપિલ પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, સંતવાણી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહના જ્ઞાનયજ્ઞની વ્યાસપીઠે પ.પૂ. શાસ્ત્રી દિલીપભાઈ દવે બિરાજી કથાનું રસપાન કરાવશે.

ઓડેદરા પરિવાર દ્વારા આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો