તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મીયાણી ચેકપોસ્ટના કર્મીઓએ ચકલી માટે માળા, પાણીની વ્યવસ્થા રાખવા કર્યો સંકલ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીયાણી ચેકપોસ્ટના કર્મીઓએ ચકલી માટે માળા, પાણીની વ્યવસ્થા રાખવા કર્યો સંકલ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના મીયાણી ગામની ચેકપોસ્ટના કર્મચારીઓએ વિશ્વચકલી દિવસ ઉજવણી અંતર્ગત ઘરઆંગણે ચકલીના માળા અને પાણીની વ્યવસ્થા રાખવા સંકલ્પ કર્યા હતા. કર્મચારીઓ દરરોજ ફરજની સાથે પક્ષીઓની સેવા કરે છે.

વિશ્વ ચકલી દિવસ નિમીતે ઠેરઠેર ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર તાલુકાના મીયાણી ગામની ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓએ પણ ચકલી દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. જેમાં કર્મચારીઓએ ચકલી દિવસ નિમીતે ઘરઆંગણે ચકલીના માળા લગાવવા અને ઉનાળાના કાળઝાળ તડકામાં ચકલી માટે પાણીના કુંડા લગાવવાનો સંકલ્પ લીધો હતો. કર્મચારીઓ દરરોજ ચેકપોસ્ટ નજીક ચકલાને ચણ નાખે છે અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરે છે.

કર્મચારીઓ દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી. તસ્વીર- રામ મોઢવાડીયા

કર્મીઓ ફરજની સાથે દરરોજ કરે છે પક્ષીઓની સેવા : માળાનું વિતરણ પણ કર્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો