તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રવણ કપ ટુર્નામેન્ટમાં પાર્થ ઈલેવનનો વિજય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણાવાવખાતે શ્રવણકપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.

રાણાવાવ શહેરમાં શ્રવણ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. મહેર એકતા ગૃપ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં 118 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં અનેક ટીમો સાથે મહાજંગ થયો હતો. આખરે પોરબંદર શહેરની પાર્થ ક્રિકેટ ઈલેવન તથા રાણાવાવની સ્ટાર ઈલેવન વચ્ચે ફાઈનલ જંગ ખેલાયો હતો જેમાં પોરબંદરની પાર્થ ટીમ વિજેતા થતા શ્રવણકપ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. મહેર એકતા ગૃપના કરણભાઈ જાડેજા, કાનાભાઈ જાડેજા તથા ભોજાભાઈ જાડેજા દ્વારા વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી, જ્યારે રનર્સ અપ ટીમ સ્ટાર ઈલેવન રાણાવાવને પણ પુરસ્કાર અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા મહેર એકતા ગૃપના રાજુ કારાવદરા સહિતે જહેમત ઉઠાવી હતી. તકે આગેવાનોએ વિજેતા ટીમને મોં મીઠા કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરી. તસ્વીર- રામ મોઢવાડીયા

રાણાવાવ ખાતે મહેર એકતા ગૃપ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં 118 ટીમે ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો