તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપનાઅગ્રણી અને મારૂતિ કુરીયરના એમ.ડી. રામભાઈ મોકરીયાની એક ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી, જેમાં મહેરસમાજ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓડીયો ક્લીપ વાયરલ થયા બાદ તેમની હોટેલમાં તોડફોડ પણ થઈ હતી અને ત્યારબાદ સોશ્યલ મીડીયા ઉપર મેસેજો ફરતા થયા હતા. બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય અને શાંતિ જળવાય તે માટે આજે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી. રાણાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેરસમાજ અને બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બન્ને સમાજના આગેવાનોએ શાંતિ જાળવવા અપીલ કરી હતી. બેઠકમાં મોટાભાગના પત્રકારોને અળગા રાખવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. બેઠકમાં બન્ને જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે એવું પોલીસ દ્વારા બંને સમાજનાં આગેવાનોને જણાવાયું હતું.

મહેર અને બ્રહ્મસમાજે શાંતિ જાળવવા અપીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો