તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ખાલી ડેમોમાંથી માટી ઉપાડવા મંજુરી આપો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંભારતીય કિશાન સંઘ દ્વારા રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી જિલ્લાના ત્રણ તાલુકામાં ખાલી પડેલ ડેમો-ચેકડેમોમાં ખેડૂતોને માટી ઉપાડવા માંગ કરી હતી. જેથી ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાય.

પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકાઓના લગભગ તમામ ડેમો ખાલી થઈ ગયા છે ત્યારે પોરબંદર જિલ્લામાં જળસંચય અને પાણી સંગ્રહની કામગીરીને વેગ આપવા માટે ખાલી પડેલ ડેમો, ચેકડેમો, વોકળા, નદી-નાળામાંથી માટી-મોરમ, કાંપ ખેડૂતોને ઉપાડવાની મંજુરી આપવામાં આવે તો ડેમો, તળાવો, ચેકડેમો ઉંડા થવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ શકે અને પૂરતા પ્રમાણમાં જળસંગ્રહ થઈ શકે છે. બાબતે ભારતીય કિશાન સંઘના રામાજી ભીમાજી ઓડેદરાએ રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને ડેમો, ચેકડેમોમાંથી ખેડૂતોને માટી-કાંપ કાઢવા મંજૂરી આપવા માંગ કરી હતી.

કિશાન સંઘ દ્વારા કેબીનેટ મંત્રીને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો