• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મહોબતપરા પાટીયા નજીક કારમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા

મહોબતપરા પાટીયા નજીક કારમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં અવારનવાર દારૂની હેરાફેરી કરતા શખ્સોને પોલીસ ઝડપી લેતી હોય છે પરંતુ મહોબતપરા પાટીયા નજીક કારમાં પોલીસ દારૂની મહેફીલ માણતા મળી આવતા જિલ્લાભરમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસે કોન્સ્ટેબલ સહિત 4 ને દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાર અને દારૂ સહિત કુલ રૂા. 4,21,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કુતિયાણાના પોલીસ લાઈન ક્વાર્ટર નં. 29 માં રહેતા હેડ કોન્સ્ટેબલ બાલુ વિરમભાઈ ઓડેદરા તેમજ ખીમાણંદ ઉર્ફે રાજુ ગાંગા ઓડેદરા, ભરત ઉર્ફે કારૂ નાથા ઓડેદરા અને રમેશ ઉર્ફે લંગી ચના કડેગીયા નામના ચારેય વ્યક્તિઓ કાર નં. જીજે 10 બીજી 7108 કિં. રૂા. 4 લાખ માં દારૂની મહેફીલ માણતા હોય અને કાર લઈ કુતિયાણા બાયપાસ રોડ ઉપર મહોબતપરા બાયપાસ રોડ પર પસાર થતા પોલીસે શંકાના આધારે તેમની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 3, કિં. રૂા. 900 મળી આવી હતી. આથી પોલીસે ચારેય શખ્સો પાસેથી મોબાઈલ ફોન નંગ-4, કિં. રૂા. 21,000 સહિત કુલ રૂા. 4,21,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ શખ્સોની તલાશી લેતા ભરત ઉર્ફે કારૂ નાથા ઓડેદરા, રમેશ ઉર્ફે લંગી ચના કડેગીયા અને હેડ કોન્સ્ટેબલ બાલુ વિરમભાઈ ઓડેદરા નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી પોલીસે ચારેય શખ્સોને ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કારની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ મળી આવી : 4,21,900 નો મુદ્દામાલ કબ્જે

અન્ય સમાચારો પણ છે...