• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર પાલિકા ફૂડ વિભાગ જાગ્યું, 15 કિલો અખાદ્ય મીઠાઈનો નાશ કર્યો

પોરબંદર પાલિકા ફૂડ વિભાગ જાગ્યું, 15 કિલો અખાદ્ય મીઠાઈનો નાશ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનગરપાલિકા ફૂડ વિભાગ જાગ્યું હોય તેમ કમલાબાગ વિસ્તાર નજીક ફરસાણ, મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બે દુકાનોમાંથી સેમ્પલો લઈ ટેસ્ટીંગ માટે વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા તો 15 જેટલી અખાદ્ય મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ ઉપવાસને લઈને ફરાળી વાનગીઓ જેવી કે પેટીસ સહિતની ચીજવસ્તુઓ આરોગતા હોય છે અખાદ્ય વસ્તુઓને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે અને જેને લઈને રોગચાળો વધારે વકરતો હોય છે ત્યારે અંગે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થતા નગરપાલિકા તંત્ર જાગ્યું અને 15 કિલો અખાદ્યા મિઠાઇ ઝડપી નાશ કર્યો હતો.

ફુડ વિભાગે દરોડા પાડી 15 કિલો મિઠાઇનો નાશ કર્યો.

કમલાબાગ વિસ્તારની મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું : બે દુકાનના સેમ્પલો વડોદરા લેબોરેટરી ખાતે મોકલ્યા

અન્ય સમાચારો પણ છે...