તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સોઢાણા પાસે લાખોનાં ખર્ચે બનેલા પુલમાં 4 દિવસમાં ગાબડું પડ્યું, ચાલકો હેરાન

સોઢાણા પાસે લાખોનાં ખર્ચે બનેલા પુલમાં 4 દિવસમાં ગાબડું પડ્યું, ચાલકો હેરાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરથીખંભાળીયા હાઈવે પર સોઢાણા નજીક આબડોરીયા તળાવ પર લાખો રૂપીયાના ખર્ચે પુલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે માત્ર 4 દિવસ પહેલા પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ કરાતા પુલમાં ગાબડું પડ્યું હતું.

પોરબંદરથી ખંભાળીયા હાઈવે પર સોઢાણા નજીક આબડોરીયા તળાવ ખાતે લાખો રૂપીયાના ખર્ચે થોડા સમય પહેલા પુલ બનાવવામાં આવ્યો હતો. પુલનું નવિનીકરણ થયા બાદ 4 દિવસ પહેલા પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. માત્ર 4 દિવસમાં પુલ પર ગાબડું પડી ગયું હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. પુલ પર ગાબડું પડ્યું હોવાથી વાહનચાલકોને એક બાજુથી વાહન પસાર કરવા પડી રહ્યા છે. લાખો રૂપીયાના ખર્ચે બનાવાયેલ પુલ પર ગાબડું પડતા વાહનચાલકોમાં અકસ્માતનો સતત ભય પણ સેવાઈ રહ્યો છે. પુલની કામગીરી ખૂબ નબળી થઈ હોવાના કારણે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

સોઢાણા પાસે નવા બનેલા પુલમાં 4 દિવસમાં ગાબડાં પડ્યા. તસ્વીર: જીતુ કારાવદરા

પુલની કામગીરી ખુબ નબળી થઇ હોવાથી યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરો

અન્ય સમાચારો પણ છે...