તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બગવદરની સાહેલી સ્કૂલના છાત્રોએ આધુનિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું

બગવદરની સાહેલી સ્કૂલના છાત્રોએ આધુનિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોઢાણા |પોરબંદરના બગવદર ગામની સાહેલી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગ્રીનહાઉસની મુલાકાત લઈ આધુનિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. માનવજીવનની શરૂઆતથી જીવન માટે ખેતી ખૂબ અગત્યનું સાધન છે. આદિકાળથી માનવી ખેતી કરતો આવ્યો છે. જેમ-જેમ સમય વિતતો ગયો તેમ ખેતપેદાશ મેળવવાની પદ્ધતિમાં ફેરફાર થતો રહ્યો છે. હાલ આધુનિક ખેતીના એક નવીનત્તમ અભિગમ તરીકે ગમે તેવી આબોહવા હોય તો પણ ઈચ્છીત પાક મેળવવા માટે ગ્રીનહાઉસનો એક નવો નુસ્ખો માનવસમાજને મળ્યો છે, ત્યારે પોરબંદર તાલુકાના બગવદર ગામના સરપંચ વિક્રમભાઈ ઓડેદરાની વાડી પર આવેલ ગ્રીનહાઉસની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી હતી. ગ્રીનહાઉસના ડાયરેક્ટર વાલજીભાઈ રાજપરાએ સાહેલી સ્કૂલના વિદ્યાર્થીઓને કાકડીના પાક સહિત આધુનિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. તકે ગાયત્રીબેન, રાજેશ મોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...