તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર શહેરમાં 3જી ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ સ્પર્ધા શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરમાં 3જી ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ સ્પર્ધા શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટસ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરમાંઆજથી 3જી ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. મહિલા, પુરુષ, યુથ બોયઝ અને ગર્લ્સની અલગ-અલગ કેટેગરીમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે અને પ્રથમ દિવસથી ટુર્નામેન્ટ રોમાંચક બની રહી હતી. પોરબંદરમાં સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રીઝવાન આડતીયા ફાઉન્ડેશનના સહયોગથી 3જી ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર દિનેશ પટેલની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ થયો હતો. પ્રસંગે પોરબંદર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસીએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ, નટવરસિંહજી ક્લબના પ્રમુખ ડોલરભાઈ ચોટાઈ, ઉપપ્રમુખ મુળુભાઈ વાઢેર, પોરબંદર કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન રાજુભાઈ બુદ્ધદેવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજે પ્રથમ દિવસે પુરૂષ, મહિલા તેમજ યુથ બોયઝ અને ગર્લ્સની પ્રથમ ઈવેન્ટ યોજાઈ હતી જેમાં પોરબંદરના સાગર ત્રિવેદી વડોદરાના અજોય સહા ને પાંચ સેટના મેરેથોન મુકાબલામાં હરાવીને વિજયી બન્યા હતા. જ્યારે ગર્લ્સમાં મુળ પોરબંદરની અને હાલ અમદાવાદ રહેતી વિધી ઉપાધ્યાયે ભાવનગરની મિત્રા શેઠને હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. તા. 21 મી ના રોજ ફાઈનલ મેચ રમાશે જે રોમાંચક બની રહેશે. ટુર્નામેન્ટમાં મુખ્ય નિર્ણાયક તરીકે આંતરરાષ્ટ્રીય અમ્પાયર મનિષ મહેતા, નાયબ નિર્ણાયક આર.જે. ભટ્ટ, અશ્વિન ભટ્ટ, બી.એસ. વાઘેલા, કોચ અંકુર જોષી પોતાની સેવા આપશે. તમામ નિર્ણાયકો અને આગેવાનોનું ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન વતી રણછોડભાઈ શિયાળ અને સંજયભાઈ ઉપાધ્યાયે સ્વાગત કર્યું હતું.

પુરૂષ, મહિલા અને યુથ બોયઝ અને ગર્લ્સની કેટેગરીમાં ટુર્નામેન્ટ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો