તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • નવ જિલ્લાના 40 થી પણ વધારે શિક્ષકોનું ભાવપૂજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવ જિલ્લાના 40 થી પણ વધારે શિક્ષકોનું ભાવપૂજન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંઆવેલા સાન્દીપનિ વિદ્યાનિકેતનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે, તે પરંપરા મુજબ વર્ષે પણ ગુરુગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે રમેશભાઈ ઓઝાએ એવું જણાવ્યું હતું કે, મને જો સૌથી વધારે કોઈ વ્યક્તિ પ્રત્યે આદર હોય તો તે છે શિક્ષક.

પોરબંદરમાં ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાન્દીપનિ ઓડીટોરીયમ હોલ ખાતે ગુરુગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સાન્દીપનિના ઋષિકુમારો દ્વારા રચીત ગુરુમહિમા દર્શાવતા સ્ત્રોતોનું લયબદ્ધ ગાયન રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ દરમિયાન લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ભુજના રમેશભાઈ મણીલાલ સંઘવીને, આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ ગાંધીનગર તાલુકાના રાજપર ગામના પાર્થેશભાઈ પંડ્યા અને ઉત્તમ વિદ્યામંદિરનો એવોર્ડ ભાવનગર જિલ્લા સ્થિત ગ્રામ દક્ષિણમૂર્તિ-આંબલા સંસ્થાના પ્રતિનિધિને આપવામાં આવ્યો હતો.

ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના 9 જિલ્લાના 40 થી પણ વધુ શિક્ષકોનું ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ભાવપૂજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ઉપસ્થિત રહેવા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. મૈયાણીએ પ્રાથમિક ઉદબોધનમાં એવું જણાવ્યું હતું કે, શિક્ષકોના ભાવપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિતિ મારા માટે ધન્ય ક્ષણ છે. કાર્યક્રમમાં ગીજુભાઈ ભરાડ, હિંગુ, ડો. જાંજરૂકીયા, પોરબંદરના જિલ્લા શિક્ષણાધિકારી ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરમાં સાન્દીપનિના આંગણે ગુરુગૌરવ એવોર્ડ સમારોહ દરમિયાન સાન્દીપનિ વિદ્યાનિકેતન અંતર્ગત આવેલા બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક ફાલ્ગુનભાઈ પંડ્યાએ પી.એચ.ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરતા તેઓનું પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ ગત વાર્ષિક પરિક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર ઋષિકુમારોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અધ્યાપક તથા ઋષિકુમારોનું સન્માન કરાયું

પોરબંદરમાં સાન્દીપનિના આંગણે ગુરૂગૌરવ એવોર્ડ સમારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો