Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુતિયાણા તાલુકાનું ખાગેશ્રી ગામ પણ સજ્જડ બંધ રહ્યું
ઉનાતાલુકાના સમઢીયાળા ગામની ઘટનાને લઈને દલિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે દલિતસમાજ દ્વારા સુત્રોચ્ચારો કરીને દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારોને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા તેમજ ખાગેશ્રી ગામે પણ આજે બંધ પાડ્યો હતો. ઉનાની ઘટનાને લઈને આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં બંધની નહીંવત અસર જોવા મળી હતી. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે આજે દલિતસમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને પગલે ખાગેશ્રી ગામે સંપૂર્ણપણે બંધ પાડ્યો હતો. ઉપરાંત દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને દલિતસમાજ દ્વારા જવાબદારો સામે આકરા પગલા લેવાની પણ માંગ કરવામાં આવી હતી અને અત્યાચાર કરનારાઓ વિરૂદ્ધ સુત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. બંધને પગલે ખાગેશ્રી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જો કે શાંતિપૂર્ણ રીતે ખાગેશ્રી ગામે બંધ પાડ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની હતી.
ન્યાય આપવાની માંગ સાથે આવેદન અપાયું. તસ્વીર- નાગેશ પરમાર