તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે કલાક સુધી નેશનલ હાઇવે પર ચક્કાજામ સર્જાયો : ત્રણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે કલાક સુધી નેશનલ હાઇવે પર ચક્કાજામ સર્જાયો : ત્રણ હજારનાં ટોળા સામે રાયોટીંગો ગુનો નોંધાયો : 24ની અટકાયત

પોરબંદરમાં ઉનાની ઘટનાને લઈને દલિત સમાજ દ્વારા રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો હતો. દલિત સમાજના આગેવાનોએ દલિતો ઉપર થતાં અત્યાચારોને લઈને શાંતિપૂર્ણ રીતે કલેક્ટરને રજૂઆત કરી હતી. આવેદનપત્રનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેટલાક ટોળાએ આતંક મચાવ્યો હતો જેને પગલે દલિત સમાજના આગેવાનોએ પણ શાંતિ જાળવવા અપીલ કરી હતી.

દલિત સમાજના આગેવાનોએ શાંતિની અપીલ કરી

પોરબંદર ગ્રામ્ય ડી.વાય.એસ.પી. ની કચેરી ખાતે ટોળું ધસી આવ્યું હતું અને આડેધડ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં ડી.વાય.એસ.પી. જાડેજાને ઈજા પહોંચી હતી જો કે ઈજા સામાન્ય હતી. અન્ય બે પોલીસકર્મીઓ પણ ટોળા સાથેના ઘર્ષણ સમયે ઈજાગ્રસ્ત બન્યા હતા.

ડી.વાય.એસ.પી. પણ ઈજાગ્રસ્ત બન્યા

પોરબંદરમાં દલિત સમાજ દ્વારા આજે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ-બહેનો જોડાયા હતા. રેલી એમ.જી. રોડ ઉપરથી પસાર થવાની હોય આથી તકેદારીના ભાગરૂપે રૂટ ઉપરની મોટાભાગની દુકાનો બંધ રાખવામાં આવી હતી. જો કે દલિતસમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી.

દલિત સમાજની શાંતિપૂર્ણ રેલી, શહેરની મોટાભાગની દુકાનો બંધ

પોરબંદર શહેરમાં આજે તોફાની ટોળાએ આતંક મચાવ્યો હતો. બસને આગ ચાંપી દીધી હતી ત્યારબાદ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. ની કચેરી ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. શહેરમાં તંગદીલીભરી પરિસ્થિતિનું નિર્માણ થતાં જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યો હતો.

ટોળાના તોફાન બાદ પોલીસની શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો