તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતસમાજની વિશાળ રેલી નિકળી, આવેદન અપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાસમઢીયાળા ગામે થયેલા દલિતો ઉપર અત્યાચારને લઈને સમગ્ર ગુજરાતના દલિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવને સખત શબ્દોમાં વખોડીને આવેદનપત્રો આપવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં પણ આજે દલિતસમાજ દ્વારા રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સમક્ષ દલિતસમાજના આગેવાનોએ તાજેતરમાં સોઢાણા ગામે બનેલી ઘટના તેમજ સમઢીયાળાની ઘટનાને લઈને ઉગ્ર રજૂઆતો કરીને જવાબદારો સામે કડક પગલા લેવાની માંગ કરી હતી.

ઉના તાલુકાના સમઢીયાળા ગામે દલિતો ઉપર થયેલા અત્યાચારને લઈને પોરબંદર જિલ્લાના દલિતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આજે દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ રાણીબાગ ખાતે દલિતસમાજના લોકો એકત્રીત થયા હતા અને ત્યારબાદ જિલ્લા પોલીસવડાની કચેરીએ આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને હજારોની સંખ્યામાં દલિતસમાજના ભાઈ-બહેનો એકત્રીત થયા હતા અને રેલી સ્વરૂપે નીકળ્યા હતા. શહેરના રાજમાર્ગો ઉપર ‘જય ભીમ’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. ઉપરાંત સરકાર વિરોધી સુત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. રેલી એમ.જી. રોડ ઉપરથી પસાર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી.

રેલી જ્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યારે પ્રાન્ત અધિકારી ચેતન ગણાત્રાએ દલિત સમાજના આગેવાનોની રજૂઆતોને સાંભળી હતી. ત્યારબાદ આગેવાનોએ જિલ્લા કલેક્ટર દિનેશ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું અને એવી રજૂઆતો કરી હતી કે સોઢાણા ગામે દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે ત્યારબાદ સમઢીયાળા ગામે દલિતો ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. દલિતો ઉપર આવા પ્રકારના અત્યાચારો ગુજારનારા ઉપર આકરામાં આકરા પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે જિલ્લા કલેક્ટર દિનેશ પટેલે એવું જણાવ્યું હતું કે, સોઢાણાની ઘટનામાં તટસ્થ તપાસ કરવામાં આવી છે અને જવાબદારો સામે પગલા પણ લેવામાં આવી રહ્યા છે. સમઢીયાળાની ઘટનામાં પણ સરકાર જવાબદારો સામે પગલા લઈ રહી છે. અને જે લોકોએ કૃત્ય કર્યુ હશે તેની સામે કાર્યવાહી થશે.

દલિતો ઉપર થતા અત્યાચાર બંધ કરવાની માંગ સાથે સમાજના આગેવાનોએ કલેક્ટર સમક્ષ રજૂઆતકરી

પોરબંદરમાં દલિતસમાજ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું. દલિત આગેવાનોની રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટર દિનેશ પટેલ ખુદ ચાલીને જિલ્લા કલેક્ટર કચેરીના ગેઈટ નજીક આવ્યા હતા અને ત્યાં પાળી ઉપર ચડીને દલિત સમાજને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. તેમજ પોરબંદર જિલ્લાના દલિતોની રજૂઆતો સરકાર સુધી પહોંચાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું અને લોકોને શાંતિ જાળવવા પણ અપીલ કરી હતી.

જિલ્લા કલેક્ટર દિનેશ પટેલે કચેરીના ગેઈટ પર ચઢીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો