• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંતા. 5 અને 6 ઓગષ્ટના રોજ નટવરસિંહજી સ્પોર્ટસ ક્લબ ખાતે જશુ ગગન મેમોરીયલ ટ્રોફીનું ઓપન ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં જુદી-જુદી એઈજ ગૃપ પ્રમાણે ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી જેમાં પ્રેરક કારીયા અને ઓમ ઉપાધ્યાય ચેમ્પીયન બન્યા હતા તેમજ કુંજલ રૂઘાણી અને પરી મોતીવરસ ચેમ્પીયન બની હતી. તેઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને રણછોડભાઈ શિયાળ, ભરતભાઈ ઓડેદરા, મુળુભાઈ વાઢેર, સતીષ કોટેચા, પી.બી. ગોકાણી દ્વારા ઈનામ અને ચેમ્પીયન ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.

ચેમ્પીયન ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા

અન્ય સમાચારો પણ છે...