પોરબંદરમાં મહિલા દેશી દારૂનાં આથા સાથે ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાસુભાષનગર વિસ્તારમાં રહેતા મહિલાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડા પાડી દેશી દારૂનો આથો અને પતરાના ડબ્બા સહિત કુલ રૂા. 70 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંગે પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદરના સુભાષનગર, ગોવિંદ કરીયાણાવાળાની દુકાન સામે રહેતી મણીબેન મોહન જેબર ના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનતો હોય તેમ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર-30, કિં. રૂા. 60 તથા 15-15 લીટરના પતરાના ડબ્બા નંગ-2 કિં. રૂા. 10 મળી આવતા પોલીસેકુલ રૂા. 70 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલાને ઝડપી લઈ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પતરાનાં ડબ્બા, આથા સહિતનો મુદ્દામાલ કબ્જે

અન્ય સમાચારો પણ છે...