• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાણાવાવ શહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 7 શકુની ઝડપાયા

રાણાવાવ શહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 7 શકુની ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવનાસ્ટેશનપ્લોટ નજીક ગલીમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ ઉપરથી રોકડ રૂા. 21,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણીયો જુગાર પૂરબહાર ચાલતો હોય તો જન્માષ્ટમીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે અને ઠેરઠેર જુગારના અડ્ડા ચાલતા હોય છે પરંતુ જુગારના અડ્ડાને ડામવા પોલીસ સક્રિય બની હોય તેમ દરોડા પાડી જુગારીઓને ઝડપી લે છે. અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, જેમાં રાણાવાવ સ્ટેશન પ્લોટ પોસ્ટઓફિસ પાછળની ગલીમાં ચાલતા જુગારધામની પોલીસને મળેલી બાતમીના આધારે જુગારધામ ઉપર દરોડા પાડી જુગાર રમતા ભરત રમેશ મકવાણા, નિલેષ જીવણ ભીલોટા, હરીશ અરશી મકવાણા, કેશુ કારા કેશવાલા, અશોક પરસોતમ ઝાલા, ભરત કેશુ ભોગેસરા અને હુસેન ઈસ્માઈલ સુમરા નામના સાતેય શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂા. 21,600 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસે દરોડા પાડી રૂા. 21,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અન્ય સમાચારો પણ છે...