વરસાદ પડતા માર્ગો બન્યા પાણીથી તરબોળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંવરસાદ પડતા માર્ગો વરસાદી પાણીથી તરબોળ બન્યા હતા, શહેરના રસ્તા પર કાદવ-કિચડનું સામ્રાજ્ય સર્જાયું હોવાથી વિદ્યાર્થી સહિત લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

પોરબંદર શહેરમાં મોટાભાગના રસ્તાઓને ડામરથી મઢવામાં આવ્યા છે અને મોટાભાગના રસ્તાઓના નવિનીકરણની કામગીરી ચાલુ છે ત્યારે શહેરમાં વરસાદ પડ્યો હોવાના કારણે પાણી ભરાતા શહેરના માર્ગો વરસાદી પાણીથી તરબોળ બન્યા હતા.

મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ગાબડાઓ હોવાથી વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે અમુક માર્ગો પર વરસાદી પાણીના કારણે કાદવ-કિચડનું સામ્રાજ્ય સર્જાયું હોવાથી રાહદારીઓ સહિત વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી માર્ગો પર મોરમ પાથરી રસ્તાઓને સમથળ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

રસ્તા પર મસમોટા ગાબડા સર્જાયા જેમાં પાણીનો ભરાવો થઇ રહ્યો છે. તસ્વીર- કે. કે. સામાણી

પોરબંદરના રસ્તા પર કાદવ-કિચડનું સામ્રાજ્ય સર્જાતા લોકો પરેશાન, રસ્તો સમથળ કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...