તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વનાણા ટોલનાકા પાસેથી 3 શખ્સો દારૂ સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
3 ગુનામાં નાસતો-ફરતો શખ્સ દારૂ સાથે ઝડપાયો

પોલીસે દારૂ, કાર સહિત કુલ રૂા. 62,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો

ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

રાણાવાવનજીક આવેલા રાણાકંડોરણા ગામે રહેતા એક શખ્સ સામે ત્રણ-ત્રણ ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા હતા. તેમ છતાં શખ્સ નાસતો-ફરતો હતો અને અંગે પોલીસને બાતમી મળતા એલસીબીના પીએસઆઈ વ્યાસ સહિતના પોલીસસ્ટાફે શખ્સને દારૂની 36 બોટલ સાથે ઝડપી લીધો હતો અને શખ્સની સાથે અન્ય એક શખ્સને ઝડપી લઈ પોલીસે કાર સહિત રૂા. 62,900 નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાકંડોરણા ગામે રહેતો અને રાણાવાવ પોલીસમાં રાયોટીંગ તથા પ્રોહિબીશન એમ ત્રણ-ત્રણ ગુન્હાઓમાં નાસતો-ફરતો સવદાસ રાતીયા નામનો શખ્સ ખીમા લાખા મોઢવાડીયા નામના શખ્સ સાથે કારમાં પરપ્રાંતની દારૂની 36 બોટલ સાથે ઝડપાઈ ગયો હતો અને પોલીસે કાર સહિત રૂા. 62,900 નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે અન્ય એક બનાવમાં કુતિયાણા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વરલી-મટકા અને તિનપત્તીના જુગાર પર પોલીસે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે કુતિયાણાના જમરા ગામે જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓને રૂા. 1720 ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો