તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ખલાસીઓને અપાતા ઓળખકાર્ડની મુદ્દત એક વર્ષથી વધારી ત્રણ વર્ષની કરી આપો

ખલાસીઓને અપાતા ઓળખકાર્ડની મુદ્દત એક વર્ષથી વધારી ત્રણ વર્ષની કરી આપો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આશરે 4 થી 5 હજાર જેટલી નાની-મોટી બોટો લઈને દરિયામાં માછીમાર ભાઈઓ ફિશીંગની કામગીરી માટે જાય છે અને ફિશીંગ કરવા જતાં માછીમાર ભાઈઓને ઓળખકાર્ડ આપવામાં આવે છે. જેથી ઓળખકાર્ડની મુદ્દત ટુંકી હોવાથી માછીમાર ભાઈઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ઓળખકાર્ડની મુદ્દત વધારી આપવા ભાજપના ખીમજીભાઈ નરશીભાઈ મોતીવરસ અને ફિશરીઝ સેલના જીતેન્દ્રભાઈ મેપાભાઈ ભરાડા દ્વારા ઉચ્ચકક્ષાએ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદરના દરિયામાં માછીમારી કરવા જતાં માછીમાર ભાઈઓને કસ્ટમ સેન્ટ્રલ એક્સાઈઝ વિભાગમાંથી પોતાનું ઓળખકાર્ડ કઢાવવું પડતું હોય છે અને રાજ્યની દરિયાઈ પટ્ટીમાં દર વર્ષે આવા દોઢ લાખથી પણ વધારે ઓળખકાર્ડ આપવામાં આવતા હોય છે. પરંતુ સરકારના નિયમોનુસાર રાજ્યમાં ફિશીંગ પીરીયડ 15 મી ઓગષ્ટથી 10 જુન સુધીનો કરવામાં આવ્યો છે. જ્યારે ફિશીંગની સિઝનની શરૂઆત થાય ત્યારે કસ્ટમ વિભાગમાં ખલાસીઓ ઓળખકાર્ડ કઢાવવા માટે ઉમટી પડે છે અને સારો એવા ધસારો જોવા મળે છે. આમ પણ કસ્ટમ વિભાગ રોજ 250 થી 300 જેટલા ઓળખકાર્ડ ઈસ્યુ કરી શકે છે. જેથી માછીમાર ભાઈઓને સમયસર ઓળખકાર્ડ મળી શકતા નથી અને ફિશીંગની કામગીરીમાં જવાનો વિલંબ થાય છે. જેથી માછીમાર ભાઈઓને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે જેથી ઓળખકાર્ડ વહેલી તકે આપી તેમની મુદ્દતમાં વધારો કરવો જોઈએ તેવી માંગ સાથે ખીમજીભાઈ મોતીવરસ અને જીતેન્દ્રભાઈ ભરાડા દ્વારા ઉચ્ચકક્ષાએ પત્ર લખી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...