• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મહેર સમાજ વિષે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરનારા હેડ કોન્સ્ટેબલની બદલી કરાઈ

મહેર સમાજ વિષે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરનારા હેડ કોન્સ્ટેબલની બદલી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે મહેર સમાજના ગરીબ પરિવારના યુવાનને અભદ્ર શબ્દમાં વાણીવિલાસ કરી મહેર સમાજની લાગણી દુભાવનાર પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ મહેર અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરતા પોલીસ વિભાગે હેડ કોન્સ્ટેબલની જિલ્લાફેર બદલી કરી હોવાથી મહેર અગ્રણીઓએ પણ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદરમાં મહેર સમાજના ગરીબ પરિવારના વિજય અરભમ ઓડેદરાને તાજેતરમાં જ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ મુળજી મેવાડાએ અભદ્ર શબ્દનો પ્રયોગ કરી ગાળો ભાંડી હતી. અને પોલીસ કોન્સ્ટેબલે મહેર જ્ઞાતિ પ્રત્યે પણ અપમાનજનક વાણી વિલાસ કર્યો હતો જેથી મહેર સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે મહેર હિતરક્ષક સમિતિ તથા મહેર જ્ઞાતિના તમામ સંગઠનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધ્યક્ષ તથા જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. ને પોલીસ કોન્સ્ટેબલ મેવાડાની જિલ્લા બહાર બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મહેર સમાજની વિવિધ સંસ્થા અને મહેર સમાજના અગ્રણીઓની રજૂઆતને ધ્યાને લઈ રેન્જ આઈ.જી. દ્વારા પોરબંદરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ મેવાડાની જૂનાગઢ બદલી કરી દેવામાં આવી છે. આમ પોલીસ વિભાગે મહેર સમાજ વિરૂદ્ધ અભદ્ર શબ્દોમાં વાણી વિલાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલની જિલ્લાફેર બદલી કરતા તમામ જ્ઞાતિજનોએ પોલીસતંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...