• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મુંબઇનાં યુવાને પરમહંસો સાથે કેક કાપી, ભોજન કરી જન્મદિવસ ઉજવ્યો

મુંબઇનાં યુવાને પરમહંસો સાથે કેક કાપી, ભોજન કરી જન્મદિવસ ઉજવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધવપુર નજીક મામા પાગલ આશ્રમ ખાતે અનેક દાતાઓ મુલાકાતે આવતા હોય છે અને જન્મદિવસની ઉજવણી આ આશ્રમના પરમહન્સો સાથે કરીને ઉજવણીને યાદગાર બનાવતા હોય છે.

પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામ નજીક મામા પાગલ આશ્રમ આવેલો છે. જ્યાં માનસિક અસ્વસ્થ લોકોને રહેવા-જમવાની તમામ સુવિધા મળી રહે છે. અનેક લોકો આ આશ્રમની મુલાકાત લેતા હોય છે અને પોતાનો જન્મદિવસ કેક કાપીને ઘરે મિત્રો-પરિવારો સાથે નહીં પરંતુ સંસ્થાનાં બાળકો અને આશ્રમોમાં તેમજ વૃદ્ધાશ્રમમાં જઈને ઉજવણી કરતા હોય છે અને આ ઉજવણીને યાદગાર બનાવતા હોય છે. તાજેતરમાં જ મામા પાગલ આશ્રમ ખાતે નીતિનભાઈ ડેકોરેશનવાળાએ નાનુભાઈ-મુંબઈ તરફથી ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં મેન્દુવડા અને સંભારનું આયોજન કર્યું હતું. આદિત્ય ભરતભાઈ ચાંદેગરા તરફથી પણ આ આશ્રમમાં નાસ્તો કરાવવામાં આવ્યો હતો જ્યારે હિતેશભાઈના પત્ની અર્ચનાબેન શાહના જન્મદિવસ નિમીતે આશ્રમમાં નાસ્તો આપવામાં આવ્યો હતો. વિમલભાઈ જોષી તરફથી અંધઆશ્રમનાં બાળકોને ચપ્પલની જોડી તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો અને આશ્રમની બહેનોને સાડી આપવામાં આવી હતી.

જન્મદિવસ કેક કાપીને ઘરે મિત્રો-પરિવારો સાથે નહીં પરંતુ સંસ્થાનાં બાળકો અને આશ્રમોમાં તેમજ વૃદ્ધાશ્રમમાં જઈને ઉજવણી કરતા હોય છે તસ્વીર : પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...