તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘી ના 10 ડબ્બા ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘી ના 10 ડબ્બા ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં બનાવટી ઘી નો વેપલો ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે આજે નાગરવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો અને 10 ડબ્બા શંકાસ્પદ ઘી નો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી છે.

નાગરવાડા વિસ્તારમાં રહેતા મનિષ છોટાલાલ જાખરીયા નામનો યુવાન રહેણાંક મકાનમાં બનાવટી ઘી બનાવતો હોવાની બાતમી કીર્તિમંદિર પોલીસને મળી હતી અને તેમણે ફૂડ અને ડ્રગ વિભાગને જાણ કરી હતી. પરંતુ અધિકારીઓ હાજર નહીં રહેતા અંતે પોલીસે રહેણાંક મકાનમાંથી 15-15 કિલોના ઘી ના 10 ડબ્બા, ખાલી ડબ્બા, પતરાની ટોપી, ગરણી, ગરણો તેમજ ગેસનો ચૂલો અને સિલીન્ડર સહિત કુલ રૂા. 26,942 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન મનિષ છોટાલાલ હાજર હતો પરંતુ તેમના ભાઈ ઉમેશની હાલ અટકાયત કરી છે. રહેણાંક મકાનમાંથી ઝડપાયેલો જથ્થો બનાવટી છે કે કેમ તે અંગે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા નમુના લેવામાં આવશે અને ત્યારબાદ તેનું લેબોરેટરીમાં પરીક્ષણ થયા બાદ સાચી હકીકત બહાર આવશે. તહેવારોના સમયમાં બનાવટી ઘી નો વેપલો ચાલતો હોય છે ત્યારે રહેણાંકમાંથી ઝડપાયેલું ઘી બનાવટી છે કે કેમ તેને લઈ ચર્ચાઓ જાગી છે.

ડ્રગ વિભાગ દ્વારા ઘીનાં નમુના લઇ લેબમાં પરીક્ષણ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો