તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર-કુતિયાણામાંથી હદપારી ભંગમાં 2 ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરના વિરડી પ્લોટ અને કુતિયાણાના માંજાપરા વિસ્તારમાંથી હદપાર કરેલા બે શખ્સો પરવાનગી વગર જિલ્લામાંથી મળી આવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિરડીપ્લોટમાં રહેતો ભરત દેવશી રાઠોડ નામના શખ્સને ગુન્હા સબબ જિલ્લાભરમાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં શખ્સ વિરડીપ્લોટમાંથી મળી આવતા પોલીસે તેમને ઝડપી લીધા હતા તેમજ કુતિયાણાના માંજાપરા વિસ્તારમાં રહેતો કારા ટીડા કડછા નામના શખ્સને ગુન્હા સબબ તા. 9/9/2016 થી પોરબંદર,જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના 6 જિલ્લામાંથી 2 વર્ષ માટે હદપાર કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં શખ્સ કુતિયાણાના માંજાપરા વિસ્તારમાં મળી આવતા પોલીસે ઝડપી લીધો હતો. આમ, પોલીસે પોરબંદર-કુતિયાણામાંથી હદપાર કરેલા શખ્સોને ઝડપી લીધા હતા.

પરવાનગી વગર જિલ્લામાંથી મળી આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો