તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં બાકી રસ્તાઓનું સમારકામ ક્યારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરની ચોમાસાના સમયમાં જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને શહેરીજનો ઉપર આફતોનો વરસાદ થયો હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. કારણ કે ભૂગર્ભગટર યોજનાની પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરાયું હતું. તાજેતરમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ બેસી ગયા હતા તો કેટલાક સ્થળોએ ખાડા પણ જોવા મળતા હતા.

શહેરમાં શહેરીજનો માટે ચર્ચાનો અને ચિંતાનો વિષય ભૂગર્ભગટર યોજના બની રહી છે. કારણ કે સામાન્ય દિવસોમાં પણ લોકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાના સમયમાં શહેરમાં અત્યારસુધીમાં અંદાજે 6 થી 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદ પડતાની સાથે ઠેકઠેકાણે રસ્તાઓ બેસી ગયા જેને કારણે વાહન ફસાવાની પણ અનેક ઘટનાઓ બની હતી. તો મુખ્ય રોડ ઉપર સ્થિતિ જોવા મળી હતી તેમજ શેરી-ગલીઓ અને અન્ય રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ભારે ઉહાપોહ થયા બાદ એલ એન્ડ ટી કંપની દ્વારા મુખ્ય એમજી રોડ, સુદામા ચોક સહિતના વિસ્તારોમાં પીળી માટી ઠાલવીને રસ્તાઓ સમથળ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. શનિવારે મોડી રાત્રીના ધીમીધારે પડેલા વરસાદ બાદ ફરી રસ્તાઓ બેસવા લાગ્યા છે તો અનેક વિસ્તારોમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કડીયાપ્લોટ, વાડીપ્લોટ, ગાયવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. માત્ર મુખ્ય રોડ ઉપર માટી-મોરમ પાથરવાની કામગીરી કરીને એલ એન્ડ ટી કંપનીના કોન્ટ્રાક્ટરોએ સંતોષ માની લીધો હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે. શહેરના હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રસ્તાઓ બેસી ગયા છે અને ખાડા પણ જોવા મળે છે. એટલું નહીં, વરસાદી પાણી પણ ભરાયેલા રહેતા હોવાને કારણે ખાસ કરીને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. પીળી માટી ઠેકઠેકાણે ઠાલવી દીધી છે પરંતુ વરસાદ પડતાં કાદવ-કિચડ થાય છે અને રસ્તાઓ લપસણીયા બની જાય છે. નગરપાલિકા અને એલ. એન્ડ ટી. કંપનીના કોન્ટ્રાક્ટરો શહેરના જે રસ્તાઓ હજુ બિસ્માર છે.

રસ્તાઓ પર વરસાદી પાણીનાં ખાબોચીયા ભરાયા હતા. તસ્વીર-કે.કે.સામાણી

વોર્ડ વાઈસ 10-10 ડમ્પર માટી ક્યારે ઠાલવશે

નગરપાલિકાએપણ રસ્તાઓ સમથળ કરવા માટે વોર્ડ વાઈસ જે શેરી-ગલીઓમાં વરસાદી પાણી ભરાય છે અને જ્યાં કાદવ-કીચડ થતું હોય ત્યાં માટી-મોરમ ઠાલવવાનું આયોજન કર્યું હતું અને દરેક વોર્ડ વાઈઝ 10-10 ડમ્પર માટી અપાશે તેવું જણાવાયું હતું. પરંતુ હજુ સુધી કેટલા વોર્ડમાં માટી-મોરમ અપાઇ નથી જેને કારણે સ્થાનિકોને ભારે હાડમારી વેઠવી પડે છે.

પોરબંદર શહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને કારણે વરસાદ પડતાની સાથે જે ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને શહેરીજનો પરેશાન બનતાં એલ એન્ડ ટી કંપનીના દ્વારા માટી પાથરીને રસ્તાઓ સમથળ કરવાની કામગીરી શરૂ કરી તો દીધી પરંતુ કેટલા રસ્તાઓનું સમારકામ કરાયું છે, કેટલા માટીના ડમ્પર ઠલવાયા છે તે બાબતે જ્યારે એલ એન્ડ ટી કંપનીના એન્જિનીયરને પુછયું ત્યારે ‘મને બાબતનો ખ્યાલ નથી, મારે અન્ય એન્જીનીયરને પુછવું પડશે’ તેવા જવાબો આપ્યા હતા.

એલ એન્ડ ટી કંપનીનાં જવાબદાર એન્જીનીયર પણ કામગીરીથી અજાણ

ભૂગર્ભગટરની કામગીરી બાદ વરસાદ પડતાં ઠેકઠેકાણે રસ્તાઓ બેસી ગયા તો કયાંક પાણીનો ભરાવો થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો