તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાંસાન્દીપનિ આશ્રમ સામે આવેલ સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે આગામી 20 થી 23 જુલાઈના રોજ રીઝવાન આડતીયા ફાઉન્ડેશન ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનું આયોજન પોરબંદર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસીએશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

સ્પર્ધા વિવિધ વિભાગોમાં યોજાનાર છે જેમાં કેડેટ, સબ જુનીયર, જુનીયર, યુથ અને ઓપન ગર્લ્સ તેમજ બોયઝમાં રમાશે. સ્પર્ધાનો પ્રારંભ 20 જુલાઈના રોજ સવારે 8:30 કલાકે કરાશે અને ત્રણ દિવસ સુધી ચાલનારી સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને આમંત્રીત મહેમાનોના હસ્તે સર્ટીફીકેટ તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી સ્પર્ધકો ભાગ લેવા માટે આવનાર હોય તેમને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે. સ્પર્ધાના મુખ્ય સ્પોન્સર તરીકે રીઝવાન આડતીયા ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર દિનેશ પટેલ, ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસીએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ તેમજ ટેબલ ટેનિસ એસોસીએશનના હોદ્દેદારો અને સ્પર્ધકો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો