Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જયાપાર્વતીનો પ્રારંભ, શિવાલયોમાં યુવતીઓ દ્વારા પુજા-અર્ચના કરાઇ
જયાપાર્વતીવ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વ્રત કરવા પાછળ એવી માન્યતા પણ સમાયેલી છે કે, યુવતીઓ વ્રત કરે તો સારા પતિની પ્રાપ્તી થાય અને એવું પણ કહેવાય છે કે, શિવજીને પામવા માટે પાર્વતીજીએ વ્રત રાખ્યું હતું અને ત્યારથી પરંપરા ચાલી આવે છે અને વ્રતનો પ્રારંભ થતાં પોરબંદર શહેરમાં આવેલા ભાવેશ્વર, કેદારેશ્વર, જડેશ્વર, ભુતનાથ મંદિર સહિતના શિવમંદિરો ખાતે મોટી સંખ્યામાં યુવતીઓએ શિવજી અને પાર્વતીનું પૂજા-અર્ચન કર્યું હતું. અષાઢ માસમાં આવતા જયાપાર્વતીના વ્રતમાં યુવતીઓ કે જે વ્રત પાળે છે તે પાંચ દિવસ સુધી અન્નમાં નમકનો ત્યાગ કરે છે અને નિમક વગરની મોળી વસ્તુઓ ખાય છે તેમજ ફરાળી વાનગીની સાથે ફ્રૂટ પણ આરોગે છે અને વ્રતના અંતિમ દિવસે યુવતીઓ પૂજા-અર્ચના કરી એક રાત્રીનું જાગરણ પણ કરે છે અને વ્રતની પૂર્ણાહુતિ કરે છે. અને વ્રતનો મહિમા પણ બ્રાહ્મણો યુવતીઓને સમજાવે છે અને સુદામા નગરીમાં જયાપાર્વતીનો ભક્તિભાવ સાથે પ્રારંભ થયો છે.
યુવતીઅોએ શિવાલયમાં પૂજા-અર્ચન કરી હતી. તસ્વીર-કે.કે.સામાણી