તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં મેઘમહેર માટે ગાયત્રી યજ્ઞ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં થોડા સમય પહેલા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને પંથકમાં 1 થી 6 ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો અને ખેડૂતોએ વાવણીકાર્યનો પ્રારંભ કર્યો હતો. સારા વરસાદથી લોકોએ અસહ્ય ગરમીથી છૂટકારો મેળવ્યો હતો અને હજુ આગામી દિવસોમાં પણ મેઘરાજાની સારી એવી કૃપા થાય અને નદી-નાળાઓ છલકાય તેવી પ્રાર્થના સાથે ગાયત્રી પરિવાર દ્વારા સુદામા મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંથકમાં હજુ સારો એવો વરસાદ થાય તે માટે સુદામામંદિર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞમાં બહોળી સંખ્યામાં ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો અને મેઘરાજા વહેલી તકે પધરામણી કરે તે માટે યજ્ઞમાં ગાયત્રી પરિવાર દ્વારા પ્રાર્થના કરાઇ હતી. સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ, સલામતી તેમજ ભાઈચારો રહે તે માટે પણ પરિવાર દ્વારા પ્રાર્થના કરાઇ હતી. યજ્ઞમાં પોરબંદર, કુતિયાણા, રાણાવાવ ત્રણેય તાલુકાઓમાંથી ભાઈ-બહેનો જોડાયા હતા અને પોરબંદરની સાથે રાજ્યમાં સર્વત્ર મેઘકૃપા થાય તેવી પણ પ્રાર્થના કરી હતી.

ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ યોજી વરૂણદેવને રીજવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આના માટે લોકો પણ સાથે જોડાયા હતા. તસ્વીર-કે.કે.સામાણી

ગાયત્રી પરિવાર કરેલા આયોજનમાં શ્રદ્ધાળુઓ જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો