• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • શાકમાર્કેટમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર વામણું પુરવાર

શાકમાર્કેટમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર વામણું પુરવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનીનટવરચોક શાકમાર્કેટમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાથી શાકભાજીના વેપારીઓએ પુરાવા સાથે કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરી હતી. હાલ તંત્રની બેદરકારીના કારણે વેપારીઓ સહિત ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર શહેરમાં આવેલ નટવરચોક શાકમાર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાય છે. પાણીનો નિકાલ કરવા બાબતે શાકભાજીના વેપારીઓએ નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી હતી. છતાં તંત્રની બેદરકારીના કારણે યોગ્ય કરવામાં આવતું હોવાથી શાકભાજીના વેપારી વિમલભાઈ કારીયાના નેતૃત્વમાં કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે. બાબતે વિમલભાઈ કારીયાએ એવું જણાવ્યું હતું કે, વરસાદી પાણીનો નિકાલ કરાતો હોવાથી પાણીના કારણે માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે તેમજ ગંભીર બિમારી થવાની દહેશત છે. લોકોના આરોગ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે. હાલ અહીંયા ગંદા પાણીમાં લોકો સ્લીપ થઈ અવારનવાર પડવાના બનાવો બની રહ્યા છે. ઉપરાંત શાકમાર્કેટમાં દરરોજ હજારો લોકોની અવરજવર થતી હોવાથી ગંદકીના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારતના સ્વપ્નદ્રષ્ટા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં તંત્રની બેદરકારીથી ગંદકીના કારણે લોકો બિમારીનો શિકાર બની રહ્યા હોવાથી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડી રહી છે. હાલ વેપારીઓની શાકમાર્કેટમાં તાત્કાલીક યોગ્ય રીતે સફાઈ તથા પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે.

વેપારીઓએ પુરાવા સાથે કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...