રતનપર ગામે જાહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણમાસનો પ્રારંભ થતા પત્તાપ્રેમીઓ શ્રાવણીયો જુગાર રમવા માટે મેદાનમાં આવી ગયા છે. પોરબંદરથી થોડે દૂર આવેલા રતનપર ગામે જાહેરમાં જુગાર ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને 8 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, રતનપર ગામે પાદરમાં જુગારધામ ચાલી રહ્યું છે તેવી બાતમીના આધારે એલ.સી.બી. ના પી.એસ.આઈ. એસ.કે. ઓડેદરા સહિતના સ્ટાફે દરોડો પાડીને જુગાર રમી રહેલા રામા ભીખા ઓડેદરા, નિલેષ ઉર્ફે ગોપાલ મસરી ઓડેદરા, માલદે ઝાંઝા ઓડેદરા, દેવા ભકા સુંડાવદરા, લખમણ નાગા કારાવદરા, પિયુષ ઉર્ફે પવન કાના મોઢવાડીયા, હરીશ ઉર્ફે કારૂ અરશી ગોઢાણીયા તેમજ જીતેન્દ્ર ઉર્ફે જીતુ બકરી દેવજી કોટીયા સહિતના 8 જેટલા શખ્સોને ઝડપી લઈને સ્થળ ઉપરથી 1,11,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે 1,11,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અન્ય સમાચારો પણ છે...