• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સીતારામ નગરમાં કાર પાર્ક કરવા મુદ્દે પિતા પુત્ર પર હુમલો

સીતારામ નગરમાં કાર પાર્ક કરવા મુદ્દે પિતા-પુત્ર પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાસીતારામ નગરમાં કાર પાર્ક કરવાના મુદ્દે બોલાચાલી થયા બાદ પિતા-પુત્રને 3 શખ્સોએ ભૂંડી ગાળો બોલી લોખંડની ટોમીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બન્ને પિતા-પુત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુળ હરિયાણાના અને છેલ્લા 20 વર્ષથી પોરબંદરના સીતારામનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વજીરસિંહ બેગરાજસિંહ ભાંડ નામના યુવાનને ટ્રાન્સપોર્ટના આડે નિજામુદ્દીન નામના શખ્સે પોતાનો ટ્રક રાખ્યો હતો અને વજીરસિંહના પુત્ર કિશનસિંહ વજીરસિંહે નિજામુદ્દીનના ગેરેજ પાસે પોતાની કાર પાર્ક કરી હતી. આથી બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ નિજામુદ્દીન, આસીફઅલી અને સૈફ અલી નામના ત્રણેયે ભૂંડી ગાળો બોલી, પિતા-પુત્રને લોખંડની ટોમીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પિતા-પુત્રને ઈજા પહોંચતા સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પિતા-પુત્ર બન્નેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...