તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરડાપંથકમાં ભારે વરસાદથી ઉભો પાક પાણીમાં ગરક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાબરડાપંથકમાં ભારે વરસાદથી ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરક થયા છે જેમાં મગફળીના પાકમાં પાણી ભરાતા તાત્કાલીક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા છેલ્લા ગણતરીના દિવસોમાં સરેરાશ 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેથી બરડાપંથકના ખેડૂતોનો પાક પાણીમાં ગરક થયો છે. ભાવપરા, મીયાણી સહિતના ગામોમાં વધારે વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને નુકસાની વેઠવી પડશે. વરસાદના કારણે ઉપરવાસના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી મેઢાક્રીકમાં ખૂબ વધુ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. હાલ પંથકમાં 1000 વીઘા જેટલા વિસ્તારમાં ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાયું છે. વિસ્તારમાં વધુમાં વધુ મગફળીનું વાવેતર થયું છે ત્યારે તાત્કાલીક પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા નહીં કરાય તો ખેડૂતોને પાકમાં મોટાપાયે નુકસાની વેઠવી પડશે જેથી પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...