તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં યુવા ભાજપનું વિજય ટંકાર સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

વિધાનસભાનીચૂંટણીને લઈને ભાજપે 150 બેઠકોનો સંકલ્પ કર્યો છે અને તેમની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ યુવા ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને 182 વિધાનસભા બેઠકો ઉપર વિજયટંકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પોરબંદરમાં સાન્દીપનિ ઓડીટોરીયલ હોલ ખાતે સંમેલન પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વીક પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું અને પ્રસંગે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તકે ઋત્વિક પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા તેમજ હાર્દિક પટેલનું નામ લીધા વિના તેમણે એવું જણાવ્યું હતું કે, સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે અને પટેલ સમાજ ભાજપ સાથે છે. પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા બેઠકનું વિજય ટંકાર સંમેલન પોરબંદર ખાતે યોજાયું હતું અને સંમેલનને સફળ બનાવવા માટે પોરબંદર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અજયભાઈ બાપોદરાએ જહેમત ઉઠાવી હતી. યુવા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ યુવા ભાજપના પ્રમુખે કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો

અન્ય સમાચારો પણ છે...