જિલ્લામાંથી 3 સ્થળે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો

પોરબંદર જિલ્લામાં ચોક્કસ બાતમીનાં આધારે રહેણાંક મકાનોમાં પોલીસે દરોડા પાડી દેશી દારૂ જપ્ત કર્યો હતો. ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:46 AM
જિલ્લામાંથી 3 સ્થળે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો
પોરબંદર જિલ્લામાં ચોક્કસ બાતમીનાં આધારે રહેણાંક મકાનોમાં પોલીસે દરોડા પાડી દેશી દારૂ જપ્ત કર્યો હતો.

પોરબંદરમાં છાંયા જુનો વણકરવાસમાં વિનુ જીવા શીંગરખીયાનાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 20 અને કેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત અડવાણા ગામે સરકારી દવાખાના પાછળ ભરત દેવશી પરમારના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી મકાનના વાડામાંથી દેશી દારૂ લીટર 4 નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી ઘરે હાજર નહીં મળેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે. જ્યારે ઝુંડાળા પ્રાથમિક શાળા પાસે શેરી નં. 11 માં રહેતો અરભમ વિરમ કુછડીયાનાં મકાનમાંથી પ્લાસ્ટીકનાં ઝબલામાં દેશી દારૂ લીટર-5 પોલીસે જપ્ત કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
જિલ્લામાંથી 3 સ્થળે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App