Home » Saurashtra » Latest News » Porbandar » જ્યુબેલી વિસ્તારમાં અજાણ્યા શખ્સે વાણંદની દુકાન સળગાવી, ફરિયાદ

જ્યુબેલી વિસ્તારમાં અજાણ્યા શખ્સે વાણંદની દુકાન સળગાવી, ફરિયાદ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:46 AM

ડુપ્લીકેટ ચાવીથી તાળું ખોલી જલદ પ્રવાહી છાંટી દુકાનમાં આગ ચાંપી

 • જ્યુબેલી વિસ્તારમાં અજાણ્યા શખ્સે વાણંદની દુકાન સળગાવી, ફરિયાદ
  પોરબંદરમાં જ્યુબેલી વિસ્તારમાં ગુરૂકુળનાં ગેઈટ સામે ભાવેશ હેર કટીંગ નામની દુકાનમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સે ડુપ્લીકેટ ચાવીની મદદથી દુકાનનું તાળું ખોલીને કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધી હતી. દુકાનનાં માલિક ધવલ ભીખુભાઈ ચુડાસમા રાત્રે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા ત્યારબાદ સવારે કોઈએ આ અંગે જાણ કરતા દુકાને દોડી આવ્યા હતા. ધવલનાં જણાવ્યા મુજબ કોઈએ ડુપ્લીકેટ ચાવીથી આ દુકાન ખોલી હતી અને જલદ પ્રવાહી છાંટીને દુકાનને સળગાવી હતી. આ ઘટનાનાં પગલે ઉદ્યોગનગરનાં પી.એસ.આઈ. યુ.બી. અખેડ તાત્કાલીક દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવતા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

  દુકાનદારે શકદારનાં ફોન નંબર પોલીસને આપ્યા

  જ્યુબેલી પાસે વાણંદની દુકાનમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટીને દુકાનને સળગાવી નાખવામાં આવતા ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે એક શકદાર વ્યક્તિ છે જે તેના ભાઈને ધમકીભર્યા ફોન કરતો હતો. આથી ફરિયાદીએ પોલીસને નંબર પણ આપ્યો છે અને આ શકદારના નંબરવાળા શખ્સે જ આ લગાડી છે કે કેમ ? તે માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

  દુકાનમાં કેટલાનું થયું નુકસાન ?

  રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સે ડુપ્લીકેટ ચાવીની મદદથી દુકાન ખોલીને જલદ પદાર્થ વડે દુકાનને સળગાવી નાખતા દુકાનમાં રહેલ પંખા, ટી.વી., વાણંદની ખુરશી, સેટ અપ બોક્સ સહિતનો માલસામાન બળી ગયો હતો. આશરે 50 હજારથી વધુ નુકસાની થઈ હોવાનું જાણવા મળે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ