ક્ષય પરીક્ષણ માટેની વાન 10 દિ\' ગામડે -ગામડેે ફરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં રીવાઈઝ નેશનલ ટીબી કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ક્ષય રોગના પરીક્ષણ માટેની સીબીનાટ વાનને લીલી ઝંડી આપવામાં આવી છે. ક્ષય પરીક્ષણ માટે આ વાન 10 દિવસ સુધી ગામડેગામડે ફરશે. જિલ્લાભરમાં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ હેઠળ ક્ષય રોગ માટેની વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે. અતિ આધુનિક સુવિધા સાથે સીબીનાટ વાન જિલ્લાભરના અલગ-અલગ તાલુકા અને ગામડાની મુલાકાત લેશે અને ગામડાઓમાં શંકાસ્પદ લાભાર્થીઓનું સીબીનાટ દ્વારા ક્ષય ટી.બી. નું પરીક્ષણ કરવામાં આવશે. આ પરીક્ષણ માટેનો ખર્ચ અંદાજે 2,000 ની આસપાસ થતો હોય છે પરંતુ સરકારે તદ્દન વિનામૂલ્યે ટી.બી. ના દર્દીઓને પરીક્ષણ કરી આપવાનું આયોજન કર્યું છે. ક્ષય-ટી.બી. ના પરીક્ષણ માટે વાનને લીલીઝંડી અપાતા 10 દિવસ સુધી જિલ્લાભરના ગ્રામીણપંથકમાં ક્ષય રોગના શંકાસ્પદ લાભાર્થીઓનું નિદાન કરી આપવામાં આવશે અને આવા દર્દીઓને શોધી આગળની સારવાર પણ કરી આપવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...