• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સેવ ધ નેચર ક્લબે 60 વૃક્ષો રોપીને ફ્રેન્ડશીપ ડે ની કરી અનોખી ઉજવણી

સેવ ધ નેચર ક્લબે 60 વૃક્ષો રોપીને ફ્રેન્ડશીપ ડે ની કરી અનોખી ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ફ્રેન્ડશીપ ડે નિમીતે સેવ ધ નેચર ક્લબ દ્વારા 60 જેટલા વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોના ઉછેર માટે સંકલ્પ લેવાયા હતા.

સામાન્ય રીતે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી ફ્રેન્ડશીપ બેલ્ટ કે ફૂલ અથવા અન્ય ભેંટ આપી કરવામાં આવતી હોય છે. પરંતુ પોરબંદરની સંસ્થાઓ હમ્મેશા વિશેષ તહેવાર કે દિવસો કાંઈક અલગ જ રીતે ઉજવવાની પરંપરા રહી છે. તે મુજબ ફ્રેન્ડશીપ ડે નિમીતે પણ મિત્રતા દિવસની અનોખી રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવ ધ નેચર નામની સંસ્થાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. નંદનઘર આંગણવાડીમાં 60 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આંગણવાડીના બાળકોને પીવાનું પાણી મળી રહે સાથે વાવેલા વૃક્ષોને પણ પાણી મળી રહે તેવા આશયથી પાણીના ટાંકાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના સભ્યોએ વાવેતર કરેલ વૃક્ષના રોપાના ઉછેર માટે પણ સંકલ્પો કર્યા હતા. આ તકે વનવિભાગના અધિકારી અરૂણભાઈ સરવૈયા, સંસ્થાના પ્રમુખ નીપાબેન બાપોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...