• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર જિલ્લામાં 8 રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો

પોરબંદર જિલ્લામાં 8 રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં બોખીરા બાવા ફળીયુંમાં રહેતો દિનેશ ઉર્ફે મુન્નો સવદાસ ગોરસીયાનાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 360 કિંમત રૂપીયા 720, પ્લાસ્ટીકનાં 18 કેન, દેશી દારૂ લીટર 18 કુલ મળી 1800 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો,

ગાયત્રી મંદિર ખાડી કાંઠે જયાબેન ભરત વડાણીયાના કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો 965 લીટર સહિત 1395 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ગાયત્રી મંદિર ખાડી કાંઠે મંજુબેન નાથા સરવૈયાનાં કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો 360 લીટર જપ્ત કર્યો હતો. છાંયા, એ.સી.સી. પર સાંઢીયાવડમાં સંતોકબેન ઉર્ફે સતી નાગા પરમારનાં રહેણાંક મકાનમાંથી 10 લિટર દેશી દારૂ લીટર જપ્ત કર્યો હતો. ધરમપુરનાં પાટીયા પાસે ચારણનાં દંગામાં મેઘા આલણશી ધોડાનાં રહેણાંક મકાનમાં દેશી દારૂ લીટર 28, ફળીયાના ઉકરડામાંથી દારૂ બનાવવાનો આથો 90 લીટર જપ્ત કર્યો હતો. રાણાવાવનાં વાગડીયાવાસમાં ગંગાબેન બાબુ મકવાણાનાં રહેણાંક મકાનમાંથી 8 લિટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. શીશલી ગામે ભોજા વેજાનાં કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 45 તથા કેન કુલ મળી 125 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધરમપુરનાં પાટીયા પાસે કમરાજ રાજમલ સુમાયતનાં રહેણાંક ઝુંપડામાંથી દેશી દારૂ લીટર 15 કિંમત રૂપીયા 300 નો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...